બોલીવુડની એક્ટ્રેસોની ખૂબસૂરતીની ચર્ચા થવી આમ બાબત છે.બૉલીવુડ એક્ટ્રેસની ખુબસુરતીનો રાઝ ફક્તને ફક્ત ડ્રેસ, મેકઅપ અને હેર સ્ટાઇલનહીં પરંતુ તેની સર્જરી છે. તેના ફેસ ફીચર અને બોડી ચેન્જ કરીને કંઈક નવું કરવા ઈચ્છે છે. તેના ફેસ અને બોડીની કમીને કોસ્મેટિક સર્જરી દ્વારા દૂર કરીને ખુબસુરત થઇ છે.
1. રાખી સાવંત
રાખી સંવત હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. એક સમય એવો હતો જ્યારે તેની પ્લાસ્ટિક સર્જરીને કારણે રાખી ભારે ટ્રોલ થઈ હતી. રાખીએ અનેક સર્જરીઓ કરાવી હતી. જેના કારણે ટ્રોલરોએ તેને પ્લાસ્ટિકની દુકાનમાં પણ કહી હતી. સોશિયલ મીડિયા પર આજે પણ ટ્રોલ કરે છે. રાખી સાવંતે તેની કરિયરની શરૂઆત ફિલ્મ ‘અગ્નિચક્ર’થી કરી હતી. પોતાને વધુ આકર્ષક બનાવવા માટે રાખીએ સર્જરીનો આશરો લીધો હતો.
2.આયેશા ટાકિયા
સલમાન ખાનની સાથે વોન્ટેડ સુપરહિટ ફિલ્મ દ્વારા આયેશા ટાકિયા ફેમસ થઇ ગઈ હતી. જેના પછી ફરહાન આજમી સાથે લગ્ન કર્યા પછી બોલીવુડથી દુરી બનાવી લીધી હતી. એવામાં જ્યારે અમુક સમય પછી આયેશા મીડિયાની સામે આવી તો તને જોઈને હેરાન રહી ગયા હતા. આયેશાએ પોતાના હોંઠની સર્જરી કરાવી હતી જેમાં તેનો લુક વધારે ખરાબ થઇ ગયો હતો. પોતાના ખરાબ થયેલા લુકને લીધે આયેશા ટાકિયા લોકોના નિશાના પર આવી ગઈ અને આલોચનાનો શિકાર પણ થઇ હતી.
3.કોઈના મિત્રા
કોઇના મિત્રાઍ આકર્ષક દેખાવા માટે 2011માં નાકની સર્જરી કરાવી હતી. આ સર્જરી પછી તેના હાડકામાં સોજો આવવા લાગ્યો હતો.જેના પછી ડોકટરોએ પણ હાથ ઉંચા કરી દીધા હતા. તેને હોઠની સર્જરી કરાવી હતી. આ શસ્ત્રક્રિયાએ તેના ચહેરાને જ નહીં પરંતુ તેની કરિયરને પણ નાશ કરી હતી. લાંબા સમય પછી તે બિગ બોસ 13 માં જોવા મળી હતી. જ્યાં તેણે સ્વીકાર્યું કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવીને સૌથી મોટી ભૂલ કરી હતી.
4. શ્રુતિ હાસન
કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસન માત્ર બોલિવૂડની જ નહીં પરંતુ દક્ષિણ ભારતની પણ એક પ્રખ્યાત અભિનેત્રી છે. શ્રુતિએ સ્વીકાર્યું છે કે તેણે તેની નાકની સર્જરી કરાવી છે. જો આપણે પહેલાનાં ફોટા અને પહેલાનાં ફોટાની તુલના કરીએ, તો આ તફાવત જોવામાં આવે છે. શ્રુતિ એક્ટ્રેસની સાથે સાથે સારી ગાયિકા પણ છે.
5.સહર
ઇન્સ્ટાગ્રામ સ્ટાર સહરે હોલીવુડની જાણીતી અભિનેત્રી એન્જેલીના જોલીની જેમ દેખાવા માટે તેનો ચહેરો બગાડી દીધો હતો 2017 માં તેણે એન્જેલીના જોલીની જેમ દેખાવા માટે લગભગ 50 સર્જરી કરાવી. ત્યારબાદ સહારે કહ્યું કે તે પોતાનું વજન 40 કિલોગ્રામથી ઉપર વધવા દેતી નથી પરંતુ તેએન્જેલીના બનવાના ચક્કરમાં ચહેરો ખરાબ થઇ ગયો હતો. લોકો તેને ખૂબ ટ્રોલ કરે છે.