તમારી ત્વચા અને વાળને પ્રદૂષણથી સુરક્ષિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉનાળો કે શિયાળો, વસંત હોય કે ચોમાસુ, તમારા વાળ અને ત્વચાને પ્રદૂષણથી બચાવવા માટે ખાસ કાળજી લેવી જોઈએ. તમે ભલે ઘરની અંદર અથવા ઘરની બહાર રહેતા હોવ પરંતુ તમારા વાળ અને ત્વચાનું ખાસ ધ્યાન રાખો. જાણો, પ્રદુષણથી વાળ અને ત્વચાને બચાવવા શું કરવું અને શું ન કરવું જોઈએ.
તમે ભલે ઘરની અંદર અથવા ઘરની બહાર રહેતા હોવ પરંતુ તમારા વાળ અને ત્વચાનું ખાસ ધ્યાન રાખો. એર કન્ડિશનર, રેફ્રિજરેટર્સ અને માઇક્રોવેવ્સમાંથી નીકળતા વાયુઓ તમારી ત્વચા અને વાળ માટે હાનિકારક હોય છે.
પ્રદુષણથી વાળ અને ત્વચાને બચવા માટે અપનાવો આ ટીપ્સ
બહાર જતા સમયે તમારા વાળને પ્રદૂષણથી બચાવવા માટે ખાસ સ્પ્રેનો ઉપયોગ કરો. ત્વચા પર પણ સનસ્ક્રીન, એલોવેરા જેલ લગાવો. આનાથી તમારી ત્વચાને 6-7 કલાક સુધી પ્રદૂષણથી સુરક્ષિત રાખે છે.
સ્ક્રબનો નિયમિત ઉપયોગ કરો, ત્વચાને કોમળ અને નરમ બનાવી રાખવા માટે ગ્લો પેક લગાવો. ઘરમાં બનેલ પેક પ્રદૂષણથી તમારી ત્વચાને સુરક્ષિત રાખવા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.
તમારી ત્વચા અને વાળને ક્લીઅરિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ કરવું. વાળને પૂરતું પોષણ આપો જેથી તેઓ શુષ્ક અને નિર્જીવ ન બને.