રાહુકાળમાં થાય ભારે ઉથલ પાથલ, જ્યોતિષ શાસ્ત્રમાં કેમ આ સમય છે ખુબજ અશુભ?

સમુદ્ર મંથનના સમયે જ્યારે અમૃતકળશ લઈને ભગવાન ધનવન્તરી પ્રકટ તયા ત્યારે દેવ અને દાનવોમાં સર્વપ્રથમ અમૃતપાન કરવાને લઈને વિવાદ થયો. અમૃતપ્રાપ્તિ માટે દેવ અને દાનવો વચ્ચે કલેશ થયો. જેને અમંગલ સંકેત માનીને ધનવંતરીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે આ સંકટ દૂર કરો. નારાયણને સૃષ્ટીની ચીંતા થતા અમતૃ દેવ દાનવોને સરખા ભાવે વહેંચે તે માટે ભગવાને વિશ્વમોહિનીનુ રૂપ ધારણ કર્યુ.

દૈત્યનો સેનાપતિ રાહુ ખુબજ ચાલાક હતો તેણે વેશ બદલીને અમૃતપાન કરી લીધુ સૂર્ય અને ચંદ્રએ રાહુને ઓળખી લીધો. પરિણામે ભગવાન નારાયણે સુદર્શન ચક્રથી રાહુનુ ગળુ કાપી નાંખ્યુ. અમૃતના કેટલાક ટીપાઓ ગળાની નીચે ઉતરી જતા રાહુ અમર થયો. રાહુના માથા કાપ્યાના સમયને રાહુકાળ કહેવામાં આવે છે જેને ખુબજ અશુભ માનવામાં આવે છે.

ગ્રહોના ગોચરમાં તમામ ગ્રહોની એક ચોક્કસ ગતિ હોય છે જેને આધારે દરરોજ એક નિશ્ચિત સમય હોય છે જ્યાં તે ફળ આપવાને વિશેષ શક્તિમાન હોય છે. રાહુનો પણ ચોક્કસ સમય હોય છે, જેને રાહુ કાળ કહે છે. અલગ-અલગ સ્થાનો પર સૂર્યોદય સમય અનુસાર રાહુ કાળની અવધિ પણ અલગ-અલગ હોય છે.

કેવી રીતે જાણવો રાહુ કાળ ?
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખા દિવસને આઠ બરાબર ભાગોમાં વહેંચવામાં આવે છે. તેમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે 12કલાકનું અંતર હોય છે. આ 12 કલાકને 8 સરખા ભાગોમાં વહેંચવામાં આવે તો એક ભાગ દોઢ કલાકનો આવશે. અલગ-અલગ સ્થાનોએ સૂર્યોદય-સૂર્યાસ્ત અલગ હોવાથી આ સમયમાં કેટલાંક મિનિટોનું અંતર થઈ શકે છે.

ક્યારે આવે છે રાહુ કાળ?
રાહુ કાળ ક્યારેય દિવસના પહેલા ભાગમાં નથી આવતો. આ ક્યારેક બપોરે કે સાંજના સમયે આવે છે અને સૂર્યાસ્ત પહેલા જ આવે છે. રાત્રે ક્યારેય રાહુ કાળ થતો નથી. રાહુકાળનો સમય સોમવારે દિવસના બીજા ભાગમાં શનિવારે દિવસે ત્રીજા ભાગમાં શુક્રવારે દિવસના ચોથા ભાગમાં બુધવારે દિવસના પાંચમા ભાગમાં ગુરુવારે દિવસના છઠ્ઠા ભાગમાં મંગળવારે દિવસના સાતમાં ભાગમાં રવિવારે દિવસના આઠમાં ભાગમાં આવે છે.

રાહુ કાળ દિવસનો એવો સમય છે જ્યારે રાહુ પોતાના પૂર્ણ પ્રભાવમાં હોય છે. બીજા અર્થમાં કહીએ તો તે વધું હાવી હોય છે. આ સમયે જો કોઈ શુભ કામ કરવામાં આવે તો તેમાં સફળતા મળતી નથી. જેથી પંડિતો અને જ્યોતિષો આ સમયે શુભ કાર્યો કરવાની ના પાડે છે. તેમાં શુભ કાર્ય કરવું વર્જિત છે.

Back To Top