Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

મધરાત્રે મોલમાં વનના રાજાની લટાર: રાજુલાના ખાનગી કંપનીમાં આવેલા મોલમાં શિકારની શોધમાં ઘૂસ્યો સાવજ, ઘટના કેમેરામાં કેદ

અમરેલી જિલ્લામાં સિંહનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની નજીક મોલ આવેલો છે. તેની ગેલેરીમાં મોડી રાતે સિંહ શિકારની શોધમાં ઘૂસ્યો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વનના રાજા મોલની અંદર ઘૂસી ગયા હતા. જેને લઈ સિક્યુરિટી સહિત કર્મચારીઓ અને વસવાટ કરતા પરપ્રાંતી લોકોમાં ભય ફેલાયો હતો.

કર્મચારીઓ સહિત લોકોમાં ફફડાટ ફેલાયો

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે. જેથી શિકારની શોધમાં વનના રાજા અનેક વખત ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડતા હોય છે. પહેલા સિંહો ગામની બજારોમાં આંટાફેરા કરતા હતા, હવે તો ઉદ્યોગ ઝોન વિસ્તારના રેસિડેન્ટ વિસ્તારમાં પણ સિંહો ઘૂસી રહ્યા છે. કોવાયા નજીક એક મોલમાં સિંહ ઘૂસી ગયો હતો. શિકારની શોધમાં આવેલો સિંહ સીસીટીવીમાં કેદ થયો હતો. જેને લઈ ત્યા કામ કરતા કર્મચારીઓ સહિત લોકોમાં ફફડા​​​​​​​ટ ફેલાયો છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

3 દિવસ પહેલા સિંહ-આખલાનો વીડિયો સામે આવ્યો હતો

 

ત્રણ દિવસ પહેલા રાજુલાના કોવાયા ગામમાં મધરાતે પાંચ સિંહો શિકારની શોધમાં ઘૂસ્યા હતા. જેમણે એક આખલાને ટાર્ગેટ પણ કર્યો હતો, પરંતુ તેઓ શિકાર ન કરી શક્યા. આખલાએ એવી તે હિંમત બતાવી હતી કે જંગલના રાજાને દીવાલ ટપીને ભાગવું પડ્યું હતું. આ ઘટનાનો પણ વીડિયો પણ સામે આવ્યો હતો.

​​​​​​​​​​​​​​દરિયા કાંઠે ઉદ્યોગ વિસ્તારમાં સિંહોનો વસવાટ વધ્યો

રાજુલા જાફરાબાદના દરિયા કાંઠે આવેલી ઇન્ડરસ્ટ્રી કંપનીઓ વચ્ચે સિંહોનો વસવાટ વધ્યો છે. ઉપરાંત વાતાવરણ અનુકૂળ આવ્યું હોવાને કારણે સિંહો અહીં સતત અવર-જવર કરી રહ્યા છે. અહીં સૌથી વધુ પરપ્રાંતી માણસો વસવાટ કરી રહ્યા છે. સિંહોની સતત લટારને પગલે તેઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

Back To Top