સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ૧ ટકા મનુષ્ય પોતાના જીવનમાં લગભગ ૪ વખત કોઈના પ્રેમમાં પડે છે અને દરેક વખતે તેને એવુંજ લાગે છે કે તે તેના માટે સારામાં સારું પાત્ર છે. પરંતુ યાદ રાખો જીવનમાં આવનાર દરેક પ્રેયસી એક ખાસ અને જરૂરી શીખ આપીને જાય છે.
અમે ટકાવારી ના આધારે તમને લોકોના પ્રેમમાં પડવાની વાત જણાવી રહ્યા છીએ. હવે જો તમારે ઊંડાણ પૂર્વક જાણવું હોય છે કે કોણ કેટલી વખત પ્રેમમાં પડે છે તેમજ તેને કેટલી વખત પ્રેમ થાય છે તો આપણે રાશિ પ્રમાણે જાણી શકાય છે.
મેષ રાશિ
મેષ રાશી ના જાતકો માટે તો પ્રેમ અતિ-મહત્વપૂર્ણ હોય છે પછી એ પ્રેમ ભલે ને એમના પરિવારજનો સાથે હોય કે પછી કોઈ મિત્ર માટે. એમને પ્રેમ કરતા કે કોઈ ને પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારે પણ ગભરામણ કે મુંજારો નથી વળતો.
વૃષભ રાશિ
વૃષભ રાશિ અને મેષ રાશિના લોકોમાં ઘણી બધી સામ્યતા જોવા મળે છે બન્ને ના જાતકો પ્રેમમાં વિશ્વાસઘાતી હોય છે. મેષ રાશી ના જાતકો સમજી વિચારીને પ્રેમી ની પસંદી કરે છે જયારે વૃષભ રાશી ના લોકોને તો રોજ-બેરોજ પ્રેમ થતો હોય છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો ઓછામાં ઓછા ૪ થી વધારે વખત પ્રેમ માં પડે છે. પણ તેમની નિર્ણય શક્તિ સાવ નાના બાળક જેવી હોય છે અને તે નિર્ણય નથી કરી શકતા જેમ એક રમકડાંની દુકાનમાં જયારે બાળક જાય છે તો તે પોતે નક્કી નથી કરી શકતો કે એને ક્યું રમકડું સૌથી વધારે ગમે છે અને કયું નહિ.
કર્ક રાશિ
કર્ક રાશિ ના જાતકો એમના પ્રેમી થી વધુ પડતા ઉમ્મીદ રાખે છે અને એજ તેમના દુખ નુ મોટું કારણ બને છે. આ રાશી ના જાતકો સાચા પ્રેમ ને શોધવા દિવસભર સપનાઓ જોવે છે. આવા સ્વભાવ ને લીધે એમના પ્રેમ-સંબંધ ટૂટે છે પણ એનો અર્થ એ તો નથી કે બીજી વખતમાં પણ તમને સાચો સાથી ના મળે.
સિંહ રાશિ
સિંહ રાશિ ના જાતકો પણ સમજી વિચારી ને પ્રેમ સંબંધ બાંધે છે અને તેમને પ્રેમમાં વિશ્વાસ તો હોય જ છે પણ એમની ઈચ્છા આખા સંસાર કરતા અલગ અનુભવ મેળવવાની હોય છે. તે તેમના જીવનમાં જુદા-જુદાં વ્યક્તિઓ ને મળે છે અને વધારે પડતા પ્રેમ-સંબંધ બંધાય છે.
કન્યા રાશિ
કન્યા રાશી ના લોકો મહત્વકાંક્ષી હોય છે અને એમનું એવું માનવું છે કે કોઈ ભી વ્યક્તિ એમના અને એમની મહત્વકાંક્ષાઓ વચારે ના આવે એટલે તે પ્રેમ માં ઓછા પડતા હોય છે અને તે પોતાને જ વધારે પ્રેમ કરતા હોય છે. પણ એનો એવો અર્થ ભી નથી થાતો કે એ પ્રેમ નથી કરતા, તે જીવન માં એક જ વ્યક્તિ ને પ્રેમ કરે છે જે તેમના પ્રેમ ની કદર કરતાં હોય.
તુલા રાશિ
તુલા રાશિ ના જાતકો માટે તો પ્રેમ બોધ પાઠ જેવો હોય છે. એ એમના જીવનકાળ દરમિયાન ૩ વખત પ્રેમ માં પડે છે અને ત્રણેય વખત એમને કઈને કઈ શીખવા મળે છે. તે પોતાના દરેક સંબંધ ને ૧૦૦ ટકા પ્રેમ આપવાની કોશિશ કરતા હોય છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ ના જાતકો ની અંદરતો અતિરિક્ત પ્રેમ રહેલો હોય છે પણ તે છતાં તેમને સ્વાર્થી ગણવામાં આવે છે. એમના જીવનકાલ માં આવનાર બે પ્રેમ-સંબંધ ખુબ જ ખરાબ રીતે સમાપ્ત થયા હશે અથવા તો થવાના છે,પણ તેનો અર્થ એવો નથી કે તમે ત્રીજી વખત પ્રયત્ન જ ના કરો. ત્રીજી વખતે એમને પ્રાયોગિક થઈને ચાલવું જોઈએ.
ધનુ રાશિ
ધનુ રાશિ ના જાતકોને પ્રેમમાં પડવું બહુજ ગમે છે એટલે માટે એમના જીવનકાળ દરમિયાન તે લોકો ઓછામાં ઓછા ૪ લોકોની સાથે પ્રેમ માં પડે છે. શરૂઆતમાં સારું લાગે છે પણ જેમ-જેમ સંબંધ ગાઢ થતા જાય આ લોકો પાછળ હટવા લાગે છે.
મકર રાશિ
મકર રાશિ ના જાતકો વધુ મહત્વકાંક્ષી હોય છે તેમજ એ એવા વ્યક્તિ ની શોધ માં હોય છે કે જેના સાથે તે આખું જીવન વિતાવી શકે અને એમના માટે તે લોકો કઈ પણ કરી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિ ના જાતકો આઝાદ પંછી ની જેમ રહેવું છે કે પછી પ્રેમમાં પડવું આ બે બાબતો માં જ મગ્ન હોય છે. પણ સમય જતા તે બન્ને માં થી એક બાબત પર નક્કી કરી આગળ વધે છે અને તે લોકો પોતાના જીવન દરમિયાન ૨ વખત પ્રેમ ને પામે છે.
મીન રાશિ
મીન રાશિ ના જાતકો પરીઓ ની વાર્તાઓ પર વધારે વિશ્વાસ રાખે છે અને તે એવું ઈચ્છે છે કે તેમનો પ્રેમ-સંબંધ પણ આવોજ કઈંક હોય, તે એક જ વખત પ્રેમ કરે છે અને તેને પણ પરીઓ ની વાર્તાઓ ની જેમ વર્તે છે.