નિયમિત સેક્સ કરવાથી મહિલાઓને આ સમસ્યા માથી મળશે છુટકારો….

નિયમિત સેક્સ મહિલાઓની પથરીની સમસ્યામાંથી છૂટકારો અપાવી શકે છે. એક સ્ટડીમાં આ જાણકારી સામે આવી છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ત્રણથી ચાર અઠવાડિયા નિયમિત સેક્સથી મહિલાઓની પથરીની સમસ્યા સંપૂર્ણ રીતે દૂર થઇ શકે છે અને સ્ટોન સરળતાથી શરીરની બહાર નીકળી શકાય છે.

ઘણીવાર દર્દીઓને પથરીની સારવાર માટે સર્જરી અથવા શૉકવેવ થેરપીમાંથી પસાર થવુ પડે છે. પરંતુ  હવે એક્સપર્ટનું કહેવુ છે કે સેક્સ અને ઓર્ગેઝમના કારણે શરીરમાંથી જે કેમિકલ બહાર નીકળે છે તેનાથી સ્ટોનને બહાર આવવામાં મદદ મળે છે.

મહિનામાં આટલી વાર સેક્સ કરવાનું કહેવામાં આવ્યું

રિસર્ચમાં તેવી 70 મહિલાઓને સામેલ કરવામાં આવી હતી જે પથરીની સમસ્યા સામે ઝઝૂમી રહી હતી. તેમાંથી 50 ટકા મહિલાઓને એક મહિના સુધી અઠવાડિયામાં 3થી 4 વાર સેક્સ માટે કહેવામાં આવ્યુ. સાથે જ અન્ય મહિલાઓને આ દરમિયાન સેક્સથી દૂર રહેવા કહેવામા આવ્યું.

Back To Top