શું તમે જાણો છો રેખાની આ છ બહેનો વિશે? હાલમાં શું કરી રહી છે તેમની આ બહેનો?

બોલિવૂડ અભિનેત્રી રેખા ઘણા સમયથી ફિલ્મમાં નજર આવી નથી પરંતુ તે ઘણી પાર્ટી તેમજ ઇવેન્ટમાં નજર આવે છે. રેખા આજે પણ પોતાના ઘરમાં એકલી જ રહે છે. પરંતુ તેમનો પરિવાર ખૂબ જ મોટો છે.

આજે અમે તમને રેખા ના ભાઈ તેમજ બહેન વિશે કહેવા જઈ રહ્યા છીએ. રેખા ની બહેન નું નામ શ્રીધર, રેવતી સ્વામિનાથન, કમલા સેલ્વરાજ, રાધા ઉસ્માન સૈયદ, નારાયણી ગણેશન, અને વિજયા ચામુંડેશ્વરી છે.

રેખા ના પિતા જેઓ તમિલ ફિલ્મોના મશહુર સિતારા રહ્યા રેખા ના પિતા ની પહેલી પત્ની દ્વારા તેમની ચાર દિકરીઓ છે. જ્યારે બીજી પત્ની ની બે દીકરીઓ છે. રેખાના પિતાએ ત્રીજા લગ્ન કર્યા જેમનાથી તેમને એક દીકરી અને એક દીકરો છે. રેખા અને જેમિની ગણેશન વચ્ચે સારો સંબંધ હતો નહીં. રેખા પોતાના પિતાથી નફરત કરતી હતી પરંતુ તેમની બહેન સાથે તેમનો સંબંધ ખૂબ જ સારો છે.

બધી જ બહેનો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. રેખાને પોતાના પરિવારની જિમ્મેદારી ઉપાડવા માટે નાની ઉંમરથી જ કામ કરવું પડ્યું હતું. પરંતુ આજે રેખાની બહેનો પણ પાછળ નથી. તે પોતાના અલગ-અલગ ક્ષેત્રોમાં ઘણી જ સફળ છે. રેખાની મોટી બહેન રેવતી સ્વામિનાથન યુએસમાં જાણીતી છે. તેમની બીજી બહેન કમલા પણ મશહૂર છે જેને ચેન્નઈમાં હોસ્પિટલ છે.

રેખા ની ત્રીજી બહેન નારાયણી એક જર્નાલિસ્ટ છે. જે એક મોટા ન્યુઝ માટે કામ કરે છે. રેખાની પોતાની બહેન રાધા સાઉથ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. પરંતુ હવે તે લગ્ન કરીને યુએસમાં જઈને રહે છે. રેખાનો ભલે તેમના પિતા સાથે સંબંધ સારો ન રહ્યો હોય પરંતુ રેખા પોતાના ભાઈ-બહેનને ખૂબ જ પ્રેમ કરે છે.

Back To Top