બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે ઘણા એવા અભિનેતાઓ છે જેને પાઘડીવાળા લુકમાં લોકોએ જોઈ લીધા છે. ઘણા એવા અભિનેતાઓ પણ છે જે પોતાના પાઘડી વાળા દેખાવને કારણે જ ફેમસ થયા હતા. મોટાભાગે પાઘડી પહેરેલા લોકો પંજાબમાં જોવા મળે છે. અને પંજાબીઓ પાઘડીને પોતાની શાન માને છે. બોલિવૂડના અભિનેતાઓ વિશે આજે અમે જણાવવાના છીએ જેઓએ બોલિવૂડમાં સરદાર નો રોલ નિભાવ્યો હતો અને તેઓના આ રોલની ચર્ચાઓ પણ થઇ હતી.
અજય દેવગન
બોલિવૂડમાં પોતાનું સ્થાન કાયમ રાખું તે બધા અભિનેતાની હાથની વાત નથી હોતી, પરંતુ અજય દેવગણ એ પોતાનું સ્થાન બોલિવૂડમાં ખૂબ જ સારી રીતે જાળવી રાખ્યું છે. અને હાલ તો તેને સૌ લોકો સિંઘમ થી પણ ઓળખવા લાગ્યા છે. તેઓ પણ પાઘડી ના લુક માં જોવા મળી ચૂક્યા છે. આ લુક ને પણ લોકોએ ઘણો પસંદ કર્યો હતો.
સંજય દત્ત
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં જ જેના ઉપર ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હતી અને 300 કરોડના ક્લબમાં સામેલ થઈ તે ફિલ્મના અસલી હીરો એટલે કે સંજયદત પણ બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. સન ઓફ સરદાર નામની ફિલ્મમાં પણ તેઓ પાઘડીના લુકમાં જોવા મળ્યા હતા. આ લુક ના ઘણા લોકોએ વખાણ કર્યા હતા.
સની દેઓલ
બોલિવૂડમાં સની દેઓલને એક્શન અભિનેતાઓમાં ગણવામાં આવે છે તે તમે જાણતા હશો, અને તે ઘણી ફિલ્મોમાં સરદારના રોલમાં જોવા મળી ચૂક્યા છે. તેને આ પ્રકારના રોલ થી ઘણી લોકપ્રિયતા મળી હતી તેમ કહીએ તો પણ ચાલે. સની દેઓલ જ્યારે પણ પાઘડી પહેરે છે ત્યારે અસલ સરદાર જેવા લાગે છે.
સૈફ અલી ખાન
સૈફ અલી ખાને બોલિવુડમાં ઘણા ફિલ્મો કર્યા છે, પરંતુ દરેક અભિનેતા થી અલગ તેઓએ વેબ સીરીઝ પણ કરી હતી જેનું નામ સેક્રેડ ગેમ્સ હતું. આમાં તેને એક સરદાર નું પાત્ર નિભાવ્યું હતું, આથી તેઓ પાઘડી ના દેખાવમાં જોવા મળ્યા હતા. આ દેખાવ ને પણ દર્શકોએ ઘણો પસંદ કર્યો હતો, આજ વેબ સીરીઝ નો બીજો ભાગ એટલે કે સિઝન-2 ટૂંક સમયમાં રિલીઝ થવાની છે તેનું એનાઉન્સમેન્ટ પણ નેટફ્લિક્સ દ્વારા થઈ ચૂક્યું છે.
અમિતાભ બચ્ચન
બોલિવૂડના દિગ્ગજ કલાકાર માં જેનું નામ લેવામાં આવે છે તેવા બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન ની ઓળખાણ આપવાની જરૂર નથી. અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન ઘણી એવી ફિલ્મો કરી છે જેના કારણે તેને આજે એક મહાન અભિનેતા તરીકે ગણવામાં આવે છે. આ સાથે તેને ઘણી ફિલ્મોમાં સરદારના રોલ પણ કર્યા છે, તેઓ પણ માગણી સાથેના દેખાવમાં અસલ સરદાર જેવા લાગે છે.