હિંદુ ધર્મમાં શંખને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. જો પ્રતિદિન પૂજા અને આરતી પછી શંખનાદ કરવામાં આવે તો તેનાથી ઘરમાં વાસ્તુ સારું રહે છે. અને ભગવાનની કૃપા પરિવારના સદસ્યો પર બની રહે છે.
શંખની ધ્વનિ માં એક અદભુત શક્તિ હોય છે. જે વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક બનાવવામાં સહાય કરે છે. તમને જણાવી દઇએ કે શંખ અલગ-અલગ પ્રકારના હોય છે. આજે તમે અહીં એક ખાસ પ્રકારના શંખ મોતી ના વિશે જણાવીશું.
મોતી શંખ દેખાવમાં સાધારણ શક્તિ થોડુંક અલગ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ શંખની વિધિ-વિધાન રીતે પૂજા કરવામાં આવે તો અને ઘર કે ઓફિસમાં તિજોરીમાં રાખવામાં આવે તો વ્યક્તિના જીવનમાં ક્યારે ધનની કમી નથી રહેતી. આ શંખને તિજોરીમાં રાખવા સમયે થોડાક નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ.
મોતી શંખ ઉપર કેસરથી સ્વસ્તિકનું ચિન્હ બનાવવું. તેના બાદ તેમાં श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नमः આ મંત્રનો જાપ કરવો. મંત્રોચ્ચાર સમયે એક એક ચોખાનો કણ તે શંખમાં નાખવો. શંખમાં રાખેલા ચોખા તૂટેલા ના હોવા જોઈએ. અગિયાર દિવસ સુધી નિયમપૂર્વક ઉપાય કરવો જોઈએ.
બધા ચોખાને એક સફેદ કલરના કપડાની થેલીમાં રાખવા. અને ૧૧ દિવસ પછી શંખને પણ તે થેલીમાં રાખીને તિજોરીમાં મૂકી દેવો આમ કરવાથી ધનની કમી ક્યારેય નહીં થાય.