શુ તમને ખબર છે, એરોપ્લેન નો કલર સફેદ જ શુ કામ હોય છે ? જાણો તેના વિશે…

તમારામાં ઘણાં લોકો એરોપ્લેનમાં મુસાફરી કરી ચૂક્યા હશે, તો ઘણા લોકો એ નહીં કરી હોય. પરંતુ તમને કોઈ દિવસ એવો સવાલ થયો હશે કે એરોપ્લેન નો કલર સફેદ જ શુ કામ હોય છે? તો આજે અમે તમને આના વિશે માહિતી આપવાના છીએ.

કદાચ જો રંગબેરંગી એરોપ્લેન પણ તમે જોયા હોય તોપણ તેનો મોટાભાગનો કલર સફેદ જ હોય છે. બની શકે કે એની પાંખો કે પછી અમુક થોડાક અંગો બીજા કલર ના હોય. હકીકતમાં એરોપ્લેન સફેદ શુ કામ હોય છે એનાં ઘણાં કારણો હોય છે.

એરોપ્લેન ને રાખે છે ઠંડુ

સફેદ કલર બીજા બધા કલરની તુલનામાં વધારે પડતો ઠંડો કલર છે. આથી ઊંચે ઊડ્યા પછી પણ સફેદ કલરના કારણે વિમાન ઠંડું રહે છે. આ સિવાય તેનો કલર નું રિફ્લેક્શન પણ આવે છે.

ખર્ચ બચાવવા માટે

એક એરોપ્લેન ને કલર કરવા માટે અંદાજે 5 લાખ રૂપિયાથી લઇ અને એક કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. વિમાનના માલિકો તેમજ કંપનીઓ ક્યારેય પણ ન ઇચ્છે કે ખાલી કલર માટે આટલા બધા પૈસા બગડે. આ સિવાય કલર કરવા માટે ત્રણથી ચાર અઠવાડિયા પણ થઈ શકે છે જેનાથી જે-તે કંપનીને મોટું નુકશાન પણ સહન કરવાનો વારો આવી શકે છે. માટે જ એરોપ્લેન નો સફેદ કલર રાખવામાં આવે છે.

ફેરફારમાં તકલીફ ન પડે એટલા માટે

દરેક કંપની પોતાના વિમાન લે-વેચ પણ કરતી રહે છે. આથી તો વિમાન સફેદ કલરનું હોય તો વેચતી વખતે અથવા લેતી વખતે કોઈ પણ કંપની નો સિમ્બોલ કાઢી અને પોતાની કંપનીનો સિમ્બોલ મારવાનું સરળ રહે છે.

કલર પ્રોટેકશનની જરૂર રહેતી નથી

એરોપ્લેન નો જો કદાચ બીજો કલર હોય તો સમયાંતરે તે કલર ઝાંખો પડી શકે છે અથવા સીધી ભાષામાં કહું તો તે કલર ઊડી પણ શકે છે. પરંતુ સફેદ કલર સાથે આવું કંઈ થાતું નથી. આ પણ એક કારણ હોવાથી વિમાનનો કલર હંમેશા સફેદ જ રાખવામાં આવે છે.

એવરેજ સારી મેળવવા માટે

તમને આ મુદ્દો કદાચ હાસ્યાસ્પદ લાગશે. કારણ કે વિમાન અને એવરેજ અને કશું લેવાદેવા નથી, પરંતુ વિમાનમાં જ્યારે બીજો કલર કરવામાં આવે ત્યારે તેનો વજન પ્રમાણમાં વધી જાય છે જેથી સાથે-સાથે બળતણ પણ વધુ બળે છે. માટે સફેદ કલર હોવાથી વજન સપ્રમાણ માં હલકું રહેવાથી બળતણ એટલું ઓછું બળે છે.

વિમાનની ખામી ઓળખવામાં

ધારી લો કે વિમાન કાળા કલરનું છે અને તેમાં ક્યાંયથી પણ ઓઈલ લીકેજ થયું તો તમને ઓઇલ દેખાશે નહીં, પરંતુ સફેદ કલર માં હોવાથી કઈ પણ પ્રવાહી લીક થયું અથવા કાંઈ વિમાનમાં ખામી આવી સ્ક્રેચ પડ્યો તો તરત જ તે નજરમાં આવશે. જેથી મોટી દુર્ઘટના ને પણ રોકી શકાય છે! માટે આ પણ એક કારણ છે કે વિમાનને સફેદ કલર જ કરવામાં આવે છે.

Back To Top