ફોર્બ્સ લિસ્ટ મુજબ સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસ છે સોફિયા, તેની કમાણી જાણીને રહી જશો દંગ

વર્ષ 2020નું ફોર્બ્સ લિસ્ટ સામે આવી ગયું છે. આ વર્ષે અભિનેત્રીઓના મામલામાં એક્ટ્રેસ સોફિયા વેરગારાએ બાજી મારી લીધી છે. ફોર્બ્સના લિસ્ટમાં તેને સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી દર્શાવવામાં આવી છે. ફોર્બ્સ અનુસાર, સોફિયાએ આ વર્ષે 315 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

તેને અમેરિકા ગોટ ટેલેન્ટ અને મોર્ડન ફેમિલી જેવા શોઝને કારણે આ મુકામ મળ્યું છે. એક્ટ્રેસ આખા વર્ષ દરમિયાન ખૂબ જ ચર્ચામાં રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સોફિયાએ અમેરિકા ગોટ ટેલેન્ટના એક એપિસોડ માટે ઘણી વધારે ફી લીધી હતી. આ ઉપરાંત તેણે આ વર્ષે ઘણી બધી જાહેરાતોમાં પણ કામ કર્યું છે. આ કારણે તે કમાણીના મામલામાં નંબર વન બની ગઈ છે.

સોફિયા નાના પડદા પર ખૂબ જ કામ કરી ચુકી છે અને હજુ પણ કરી રહી છે. એક્ટ્રેસે અમેરિકા ગોટ ટેલેન્ટ દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. તે શોના કારણે તે ખૂબ જ લોકપ્રિય થઈ ચુકી છે.

સોફિયા સોશિયલ મીડિયા પર હંમેશાં એક્ટિવ રહે છે. તે શૂટિંગના સેટ પરથી પોતાના ફોટોઝ હંમેશાં શેર કરતી રહે છે. તેનો દરેક ફોટો લાંબા સમય સુધી ટ્રેન્ડ કરે છે, જે દર્શાવે છે કે તે ખૂબ જ જાણીતી હસ્તી બની ગઈ છે.

ફોર્બ્સના લિસ્ટમાં બીજા નંબર પર એન્જેલિના જોલીનું નામ છે. તેણે આ વર્ષે 256 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની કમાણીનું સાધન ધ એટરનલ્સ માનવામાં આવી રહ્યું છે.

તેના દ્વારા તેણે ખૂબ જ નફો મેળવ્યો છે. પરંતુ સોફિયાની સરખામણીમાં આ વખતે તે પાછળ રહી ગઈ છે. સોફિયા પહેલીવાર આ લિસ્ટમાં ટોપ પર આવી છે. એવામાં આ એક્સપીરિયન્સ તેના માટે પણ લાજવાબ છે.

ફોર્બ્સના લિસ્ટમાં ત્રીજા નંબર પર ગલ ગુદોત છે, જે વંડર વુમન બની તમામને ઈમ્પ્રેસ કરી ચુકી છે. જ્યારે ચોથા નંબર પર મેલિસા મૈકાર્થી છે અને પાંચમા નંબર પર આ વખતે મેરીલ સ્ટ્રીપે બાજી મારી લીધી છે.

મેલિસાની કમાણી 183 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને મેરીલે 175 કરોડની કમાણી કરી છે. આ લિસ્ટમાં કોઈપણ ભારતીય અભિનેત્રીનું નામ સામેલ નથી.

Back To Top