ઋષિકાળ થી લીંબુ અગણિત ઔષધીય ગુણ માટે જાણીતું છે. લીંબુની સુગંધ માત્રથી તાજગી અનુભવાય છે. લીંબુ ઘણા પ્રકારના લાભ સ્વાસ્થ્યને પહોંચાડે છે. શું તમને ખબર છે કે લીંબુનો એક ટુકડો તમારા પલંગ પાસે રાખવાથી જ શરીર તેમજ મનને અનેક લાભ થાય છે. આ સાંભળવામાં અજીબ લાગશે પરંતુ શોધકર્તાઓનો દાવો છે કે આમ કરવાથી સ્વાસ્થ્યને જાદુઈ લાભ થાય છે.
લીંબુ નો લાભ લેવા માટે હવે તમારે માત્ર આટલું કરવાનું છે. લીંબુની એક ચીરી કે ટુકડો લો તેના પર મીઠું ભભરાવીને ઓશિકાની બાજુમાં મૂકી દો.
બંધ નાક ખોલવામાં મદદ કરશે લીંબુની સુગંધ તાજગી આપે છે. તે એન્ટી-બેક્ટેરિયલ પણ છે. જો શરદી-ખાંસીના લીધે નાક બંધ થઈ ગયું હોય તો પલંગ પર ઓશિકાની બાજુમાં લીંબુનો ટુકડો મૂકી દો.
તણાવ દૂર કરશે
લીંબુનું સુગંધને તણાવ મુક્ત કરનારી પણ કહેવાય છે. લીંબુની સુગંધથી તણાવ દૂર થઈ શકે છે અને તમારી ઈંદ્રિયોને આરામ મળે છે. જો તમે બહુ થાકેલા કે ટેન્શનમાં હો તો લીંબુનો એક ટુકડો સમસ્યા દૂર કરી શકે છે.
મચ્છર-માખીને ભગાડશે દૂર
મચ્છર અને માખીઓને લીંબુની સુગંધથી નફરત હોય છે. લીંબુમાં જંતુનાશક ગુણ રહેલા છે. એટલે જો તમારી ઊંઘ મચ્છરના બણબણાટને કારણે ઊડી જતી હોય તો તમારા પલંગ પાસે લીંબુનો એક ટુકડો મૂકી શકો છો.
અનિંદ્રા દૂર કરશે
ગંભીર બીમારીઓની શરૂઆત ઊંઘ ના આવવાને લીધે થાય છે. જો તમે અનિંદ્રાથી પીડાતા હો તો તમારે આ ટ્રિક અપનાવવી જોઈએ. લીંબુ પાસે રાખીને ઊંઘી જવાથી આરામ અનુભવશો સાથે જ સારી ઊંઘ આવશે.
બ્લડપ્રેશર ઘટાડે
ટેન્શન અને ભાગદોડના કારણે લોકો ઘણીવાર હાઈ બ્લડપ્રેશરનો શિકાર બને છે. એવામાં લીંબુનો એક ટુકડો ઊંઘતી વખતે બાજુમાં રાખવાથી બ્લડપ્રેશર નિયંત્રિત થાય છે. આ ઉપાય અજમાવી જુઓ.
સવારે હશે તાજગીથી ભરપૂર
લીંબુની સુગંધથી શરીરમાં સેરોટોનિનનું સ્તર વધે છે. સેરોટોનિન સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
હવાની ગુણવત્તા સુધારે
તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પરેશાની ના હોય તો પણ તમારા રૂમની હવા શુદ્ધ હોય તેવું ઈચ્છતા હો તો લીંબુના ટુકડાનો ઉપયોગ કરો. લીંબુની એક ચીરી પણ હવા તાજી કરવામાં મદદ કરે છે.