Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

બોલીવુડની ફિલ્મ ‘દામિની’ ની અભિનેત્રી અમેરિકામા આવી જિંદગી જીવી રહી છે, અત્યારે ઓળખાવી પણ મુશ્કેલ છે….

90 ના દશકમાં રિલીઝ થયેલી ફિલ્મોને આજે પણ ખુબ યાદ કરવામાં આવે છે. તે સમયે ફિલ્મની વાત જ કંઈક અલગ હતી, ફિલ્મોના કિરદારો પણ સામાન્ય લુકમાં જ જોવા મળતા હતા. તે સમયના ઘણા કલાકારો આજે પણ ઇન્ડસ્ટ્રીમાં કોઈને કોઈ રૂપે સક્રિય છે જ્યારે અમુક એવા પણ છે કે જેમણે તે સમયે તો હિટ ફિલ્મો આપી અને લોકપ્રિય પણ બન્યા પણ આજે તેનો બૉલીવુડ સાથે દૂર દૂર સુધી કોઈ જ સંબંધ નથી.

એવી જ એક અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી પણ છે જેણે એક સમયે પોતાની અદાકારી અને સુંદરતાના બળ પર ખુબ નામ બનાવ્યું હતું. પણ સફળતાનાં શિખર સુધી પહોંચતા જ તેણે લગ્ન કરી લીધા અને હંમેશાને માટે ઇન્ડસ્ટ્રી છોડી દધી. આજે અમે મીનાક્ષીના જીવન અને બૉલીવુડ સફર વિશેની ખાસ વાતો જણાવીશું .

મીનાક્ષી શેશાદ્રીનું અસલી નામ શશિકલા શેષાદ્રી છે.  16 નવેમ્બર 1963 ના રોજ બિહારમાં તમિલ આયંગર બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી મીનાક્ષી આજે 56 વર્ષની થઇ ચુકી છે. મીનાક્ષીના પિતા એક કારખાનામાં કામ કરતા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી મીનાક્ષીએ ભારતનાટ્યમ, કુચીપુડી, કથક અને ઓડોસિ ડાન્સ શીખ્યું હતું.

ખુબ ઓછા લોકો જાણતા હશે કે મીનાક્ષીએ વર્ષ 1981 માં માત્ર 17 વર્ષની ઉમરમાં મિસ ઈંડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. જ્યારે તેની તસ્વીર ન્યૂઝપેપરમાં આવી ત્યારે મનોજ કુમારે તેની ફિલ્મ ‘પેન્ટર બાબુ’ માં અભિનેત્રી તરીકે પસંદ કરી લીધી.

ફિલ્મમાં તેની સાથે રાજીવ ગોસ્વામી પણ મુખ્ય કિરદારમાં હતા. ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. જેના પછી સુભાષ ઘઈએ પોતાની ફિલ્મ ‘હીરો’  માટે સાઈન કરી લીધી જેમાં તેની સાથે જૈકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં હતા.

આ ફિલ્મ પછી મીનાક્ષી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. જેના પછી મીનાક્ષીએ રાજેશ ખન્ના, અનિલ કપૂર, ઋષિ કપૂર, સની દેઓલ, અમીતાભ બચ્ચન, જીતેન્દ્ર, રજનીકાંત, સંજય દત્ત, વિનોદ ખન્ના જેવા અનેક દિગ્ગ્જ અભિનતાઓ સાથે કામ કર્યું હતું.

80 ના દશકમાં સ્વર્ગીય અભિનેત્રી શ્રી દેવીને ટક્કર આપનારી મીનાક્ષી એકમાત્ર અભિનેત્રી હતી. જો કે સૌથી વધારે મીનાક્ષીને ફિલ્મ ‘દામિની’ માટે વધારે યાદ કરવામાં આવે છે. આ ફિલ્મમાં અભિનેતા ઋષિ કપૂર પણ હતા. આ ફિલ્મે તેને એક નવી જ ઓળખ અપાવી હતી. મીનાક્ષીએ પણ કહ્યું હતું કે તે ક્યારેય પણ દામિનીના કિરદારને ભૂલી નહિ શકે.

તે સમયે મીનાક્ષીનું નામ ઘણા અભિનેતાઓ સાથે જોડાયુ હતું પણ તેણે લગ્ન અમેરિકાના એક ઇન્વેસ્ટર બેન્કર હરીશ મૈસુર સાથે વર્ષ 1995 માં કર્યા હતા. લગ્ન પછી તે બૉલીવુડથી દૂર ચાલી ગઈ અને પતિ અને બાળકો સાથે અમેરિકામાં જ રહે છે.

મીનાક્ષીની પતિ સાથેની પહેલી મુલાકાત એક પાર્ટીમાં થઇ હતી જેના પછી બંન્નેને પ્રેમ થયો અને લગ્ન કરી લીધા. હાલ મીનાક્ષી પોતાના પરિવાર સાથે એમરિકાના ડલાસ શહેરમાં આલીશાન ઘરમાં રહે છે. ડલાસ માં રહીને તે પોતાની ‘ચેરીસ ડાન્સ સ્કૂલ’ ચલાવે છે.

ફિલ્મોથી દૂર રહીને મીનાક્ષી સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પરિવાર સાથેની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.  એક સમયની હિટ મીનાક્ષીને આજે ઓળખવી પણ મુશ્કેલ થઇ ગઈ છે.

મીનાક્ષીનું આ આલીશાન ઘર કોઈ મહેલથી કમ નથી. આ ઘરમાં તે પતિ અને પરિવાર સાથે આગળના 25 વર્ષોથી રહે છે.  મીનાક્ષીએ પોતાનું ઘર ખુબ જ સુંદર રીતે સજાવીને રાખ્યું છે. આ ઘરમાં સ્વિમિંગ પુલ, બાગ-બગીચાથી માંડીને સુખ સુવિધાની તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે.

એક ઇન્ટરવ્યૂમાં તેને પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી ફિલ્મોમાં કામ કરશે તો તેના જવાબમાં મીનાક્ષીએ કહ્યું કે હાલ તો તેનો ફિલ્મોમાં કામ કરવાનો કોઈ જ વિચાર નથી, પણ બાળકોના મોટા થઇ ગયા પછી તે તેના વિશે ચોક્કસ વિચારશે.

ચાર વર્ષ પહેલા ઋષિ કપૂરે દામિની ફિલ્મની યાદોને યાદ કરતા મીનાક્ષી સાથેની પોતાની તસ્વીર શેર કરી હતી અને ઋષિ કપૂરે મીનાક્ષીને ઓળખી બતાવવાનો ટાસ્ક પણ આપ્યો હતો.

Back To Top