કચ્છના કબરાઉ ધામમાં મોગલ માતાજી સાક્ષાત હાજર છે વર્ષ દરમિયાન અહીં હજારોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે અહીં મંદિરમાં આવે છે.આ મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી જ માતાજી પર અટૂટ વિશ્વાસ અને મોટી શ્રદ્ધા રહેલી છે.
મોગલ માતાજી આ યુગમાં સાક્ષાત હાજરાહ હાજર છે એની હાજરી પુરાવા માટે અને ભક્તને પ્રતીતિ થાય તે માટે અવારનવાર ભક્તોને પડછાવો આપતા હોય છે તમે પણ આ બાબતે સાંભળ્યું હશે કે મોગલ માતાએ તેમના ભક્તોના ઘણા દુઃખ હરી લીધા છે અને જીવનમાં કોઈ જ કચ્છ રહેવા નથી દીધું.
મોગલ માતા તો એક મા જેવા છે કે જેમને પ્રસન્ન કરવા ખૂબ જ સહેલા છે ઘરે બેસીને જો કોઈ ભક્ત માતાજીને સાચી શ્રદ્ધાથી એકવાર પણ નામ લઇ લે તો માતાજી તેના આવી પડેલા તમામ દુઃખો દૂર કરી દે છે થોડીક જ વારમાં.
માતાજી તો માત્ર ને માત્ર ભાવના ભૂખ્યા હોય છે જો કોઈ ભક્ત તેમના પર પૂરેપૂરો વિશ્વાસ મૂકીને તેમની પડખે ઉભો થઈ જાય તો કોઈ દિવસ તેને આંચ આવા દેતા નથી માતાજી. અહીં ભક્તો પોતાના દુઃખ લઈને આવતા હોય છે મુશ્કેલીઓ માતાજી સમક્ષ રજૂ કરતા હોય છે. મંદિરમાં આવીને માતાજીના દર્શન કરીને મસ્તક નમાવે છે અને પોતાના દુઃખ એ જણાવે છે અહીંથી માનતા રાખીને ભક્તો જ્યારે જાય છે તો ઘરે હસતા હસતા પહોંચે છે તેમના દુઃખ દૂર થવા લાગે છે.
માતાજી ભક્તોને અવારનવાર પરચા આપતા હોય છે આવા જ એક માતાજી આપેલા પરચા વિશે અહીં આપણે જાણીશું. કબરાઉ ધામ ખાતે માતાજીના એક ભક્ત કે જેવો રાજકોટ જિલ્લાના માધાપર ગામના હતા અને તેઓ પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યા હતા તેમના અનુસાર આપણે જાણીએ તો તેમની પત્નીને માથામાં અસહ્ય દુખાવો રહેતો હતો તેમને ઘણા ડોક્ટરોને બતાવીને દવા કરાવી પરંતુ પત્નીને આ દુખાવો બિલકુલ પણ ઓછો થતો ન હતો.
ઘર પરિવારના તમામ સભ્યો આ બાબતે ખૂબ જ દુઃખી હતા અને ચિંતિત હતા કે હવે શું થશે. ધર્મમાં ખૂબ જ શ્રદ્ધા રાખનાર આ ચિરાગભાઈ ને મોગલ માતાની યાદ આવે છે અને તેઓ મોગલમાતાને માનતા રાખે છે કે હે માતાજી મારી પત્નીને માથાનો દુખાવો મટી જશે તો હું પરિવાર સહિત મોગલ ધામ કબરાઉ ખાતે દર્શન કરવા આવીશ અને માનતા પુરી કરી જઈશ.
આ રીતના માનતા રાખવાથી થોડાક જ દિવસોમાં તેમની પત્નીને માથાનો દુખાવો મટી જાય છે અને ચિરાગભાઈ પરિવાર સહિત માતાજીના દર્શન કરવા માટે કબરાઉ ધામ પહોંચી જાય છે. મંદિરમાં ગાદી પર બિરાજમાન મણીધર બાપુ ને વાત કરે છે તે મુજબ કે મારી માનતા પૂરી કરી છે માતાજીએ અને હવે હું માતાજી સમક્ષ દર્શન કરીને આ પૈસા અર્પણ કરું છું જે પ્રમાણે મારી માનતા હતી તે માનતા મારી સ્વીકાર કરો મણિધર બાપુએ પૈસા સ્વીકારીને કહ્યું કે માતાજી એ તમારી 50 ગણી માનતા પૂરી કરી છે.
કોઈ દિવસ માતાજીએ પૈસાને માગણી ભક્તો પાસે કરી નથી કે આવી અપેક્ષા રાખી નથી માતાજી તો માત્ર અને માત્ર ભાવના ભૂખ્યા છે.તેઓને કોઈ દિવસ પૈસાની જરૂર નથી તેથી મણીધર બાપુ આમાં ₹1 ઉમેરીને ભક્તને તમામ પૈસા પરત કરે છે અને કહે છે કે આ પૈસા તમે તમારી દીકરી અને બહેન માટે વાપરજો.જેથી માતાજી તમારા પર ખૂબ જ ખુશ થશે અને આવનારા દિવસોમાં તમારા પર કોઈ કષ્ટ આવવા દેશે નહીં.