ખજુરભાઈનું નામ સાંભળતાની સાથે જ દરેક લોકો ખુબ ખુશ થઇ જાય છે, દુખિયાઓના બધા દુઃખો દૂર કરવા માટે ગુજરાતની ધરતી પર આજે આ એક વ્યક્તિ ખુબ જ આગળ વધી રહ્યોછે, ખજુરભાઈનું નામ સાંભળતાની સાથે જ દરેક લોકોના મોઢા પર એક અલગ જ સ્માઈલ આવી જતી હોય છે, ખજુરભાઈ છેલ્લા ઘણા સમયથી દુખીયાઓના દુઃખો દૂર કરીને.
તેમના મોઢા પર સ્મિત લાવવાનું કામ કરી રહ્યા છે અને લોકોની સેવા કરીને તેમની મદદ કરી રહ્યા છે. આજે આપણે એક તેવા જ વૃદ્ધ દાદા વિષે વાત કરીશું, આ વૃદ્ધ દાદા ભાવનગરના તળાજાના નેસવાડ ગામના વતની હતા, આ દાદાનું નામ મણિશંકર પંડ્યા છે.
આ દાદાની હાલમાં ૭૦ વર્ષની ઉંમર હતી અને તેઓ હાલમાં પગેથી ચાલી શકતા ન હતા.આ વૃદ્ધ દાદા બંને પગેથી દિવ્યાંગ હતા અને તેઓ જે મકાનમાં રહેતા હતા તે ઘર જૂનું છે, આ દાદા દિવ્યાંગ હોવા છતાં પણ આજે ઘરમાં એકલા રહીને તેમનું બધું કામ કરી રહ્યા હતા, આ દાદાને જમવાની અને બીજી કોઈ ખાસ સુવિધા પણ ન હતી..
આ દાદા વિષે જેવી ખજુરભાઈને જાણ થઇ તો તરત જ ખજુરભાઈ દાદાની મદદ માટે પહોંચી ગયા હતા.જુરભાઈએ દાદાના દીકરા બનીને તેમની મદદ કરવાનું નક્કી કર્યું હતું, આ દાદાની આગળ પાછળ કોઈ ન હતું એટલે ખજુરભાઈએ તેમના દીકરા બનીને મદદ કરવાનું નક્કી કરી લીધું હતું.
ખજુરભાઈએ દાદાને ટોયલેટ બાથરૂમ અને ઘરમાં અનાજ, ગેસ જેવી જીવન જરૂરિયાત બધી જ વસ્તુઓ લાવી આપીને તેમની મદદ કરી હતી, અત્યાર સુધી ખજુરભાઈએ ઘણા લોકોની મદદ કરીને તેમની વ્હારે આવ્યા છે.