હિંદુ ધર્મની અંદર દિવાળીના તહેવારને સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. દિવાળીના તહેવારની શરૂઆત વાઘબારશથી લઈને પાંચમ સુધી ઉજવવામાં આવે છે. જેમાં કાળી ચૌદસનો તહેવાર દિવાળીના ઠીક એક દિવસ પહેલા કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે.
આ દિવસે નરક ચૌદસ પણ હોય છે, પરંતુ કાળી માતાના ભક્તો આ દિવસે કાળી માતાની ખાસ પૂજા કરે છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી મહાકાલી માતાની કૃપા તમારા પર વરસતી રહે છે.
કાળા મરીના ઉપાય: એવું કહેવામાં આવે છે કે કાલી માતાને કાળા મરી ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં કાળી ચૌદસના દિવસે જો તમે કાળા મરીના ૭ દાણા લઈને તમારા માથામાંથી ૭ વાર ફેરવી ચોકડી પર ફેંકી દો, આવું કરવાથી તમને ધનની પ્રાપ્તિ થાય છે અને આર્થિક સમસ્યા પણ દૂર થાય છે.
હળદરના ગઠ્ઠાનો ઉપાય: આ ઉપાયની અંદર સૌપ્રથમ કાળી ચૌદસના દિવસે દેવીને કાળી હળદર અર્પણ કરો અને પછી આ હળદરને તમારા હાથમાં બાંધો. આ માટે હળદરને લાલ કે કાળા કપડામાં લપેટીને તમારા ડાબા હાથ પર બાંધો. ધ્યાન રાખો કે હાથમાં બાંધેલું કપડું કોઈ જોઈ ન શકે.
જાસુદના ફૂલના ઉપાય: એવું કહેવામાં આવે છે કે જાસુદનું ફૂલ કાલી માતાને ખૂબ જ પ્રિય છે. આ ફૂલ ખૂબ જ ચમત્કારિક છે. કાલી ચૌદસ પર તમારે કાલી માતાને જાસુદનું ફૂલ અર્પણ કરવું જોઈએ. જાસુદનું ફૂલ સારા નસીબનું પ્રતીક છે. આ ઉપાયથી તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
કાલી માતાનો બીજ મંત્ર: તમારે કાલી માતાના બીજ મંત્ર ઓમ ક્રિં ક્રિં હમ હમ હ્રીં હ્રીં દક્ષિણ કાલિકે ક્રિં ક્રિં હં હં હ્રીં હ્રીં નો ૧૦૮ વાર જાપ કરવો જોઈએ. આ તમારા મનને શાંત કરે છે અને દુશ્મનોનો નાશ કરે છે.
લીંબુના ઉપાય: આ દિવસે લીંબુનો ઉપયોગ કરવો ખુબ શુભ માનવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે માતા કાલીને લીંબુની માળા અર્પણ કરવી જોઈએ. આ માળા ૧૦૦૧ લીંબુમાંથી તૈયાર કરવી જોઈએ. આનાથી જો તમારા ઘર પર કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય તો તે સમાપ્ત થઈ જાય છે.