એવું તે શું છે ધરતી માં 40,000 ફૂટ નીચે કે વૈજ્ઞાનિક પણ ત્યાં સુધી ખાડો કરી ને નથી પહોંચી શકતા?

આપણને બધાને ખબર છે કે વૈજ્ઞાનિક લાખો-કરોડો કિલોમીટર દૂર સ્થિત ગ્રહો ઉપગ્રહો ના વિશેે જેટલું વધુ જાણે છે તેમની તુલનામાં પૃથ્વી ના વિશે કંઈ પણ નથી જાણતા. આપણે આજ સુધી પૃથ્વી ના લગભગ થોડાક જ હિસ્સા નું લગભગ 10% નું સાચું અધ્યયન કરી શક્યા છીએ. બાકી 90% ભાગ થી આપણે અજાણ્યા છીએ.

આપણે ફક્ત પૃથ્વી ની સપાટી વિશે જાણીએ છીએ. બાકી ની સપાટી ની અંદર શું છે? કોઈને કઈ ખબર નથી. તે જાણવા માટે પૃથ્વીની અંદર શું છે 1970માં રૂમમાં એક ખાડો ખોદવામાં આવ્યો જેમનું નામ હતું કોલા સુપર ડીપ બોર હોલ. જેને લગાતાર ફક્ત 12262 મીટર સુધી ખોદી શક્યા. ત્યારબાદ 1994માં આ પ્રોજેક્ટ ને બંધ કરવામાં આવ્યો અને આ ખાડા ને સીલ કરી દેવામાં આવ્યો.

તેમનું બંધ થવાનું પ્રમુખ કારણ હતું કે વધુ તાપમાન હોવું. પૃથ્વી પરના આ ભાગ નુ તાપમાન હતું લગભગ ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ. જે વૈજ્ઞાનિકની વિચારથી ઘણું બધું હતું. વૈજ્ઞાનિકોનું માનવું હતું કે પૃથ્વીની આટલી અંદર જવા પર તાપમાન ૧૦૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ નહીં હોય. કેમકે આટલા વધુ તાપમાન પર કામ કરવું આસાન નથી હોતું એટલા માટે આ પ્રોજેક્ટ ને બંધ કરવો પડ્યો.

બીજું કારણ હતું કે જેટલા વધુ આપણે પૃથ્વીની અંદર જશુ જેટલું જ ઘનત્વ તેટલું જ વધી જશે અને આટલા વધુ ઘનત્વ માં ખાડો ખોદવા માટે ખુબજ વધુ ઊર્જા જોઈએ અને એટલા જ વધુ પૈસા જેના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું.

પરંતુ આ ખાડા થી પૃથ્વી નો ખૂબ જ રહસ્યમય વસ્તુ વિષે ખબર પડી. જેના વિશે ત્યાના વૈજ્ઞાનિકો ક્યારેય ખુલીને કહ્યું નથી. છતાં પણ ધરતીની અંદર એટલા રહસ્ય છુપાયેલા છે જેને આજ સુધી આપણે જાણી શક્યાં નથી.

Back To Top