અનુષ્કાને પણ ટક્કર આપે છે વિરાટ કોહલીની ભાભી, તમે પણ જોઇને કહેશો… વાહ !!!

ભારતીય રમતગમતમાં ક્રિકેટ સૌથી વધુ પ્રખ્યાત છે. આ ઉપરાંત, ક્રિકેટરોને રમતગમતની દુનિયામાં સૌથી પ્રખ્યાત સ્ટાર માનવામાં આવે છે.

આ સ્ટાર્સની ખ્યાતિ દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. જો કે માત્ર ક્રિકેટર્સ જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવારને સેલિબ્રિટીનો દરજ્જો મળે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ભારતીય ટીમના કેપ્ટનના પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

ભારતીય ક્રિકેટર અને કપ્તાન વિરાટ કોહલીને હાલમાં કોઇ ઓળખની જરૂર નથી. હકીકતમાં વિરાટ જેટલી ચર્ચામાં છે એટલો જ તેનો પરિવાર પણ ચર્ચામાં છે.  તમને જણાવી દઇએ કે વિરાટે વર્ષ 2017 માં ઇટલીમાં ગુપ્ત રીતે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન કર્યા બાદ બંનેએ આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયા દ્વારા કર્યો હતો.  તેમના અચાનક લગ્નના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. અનુષ્કા-વિરાટે 11 ડિસેમ્બર 2017 ના રોજ ઇટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ વિરાટ-અનુષ્કાએ જુલાઈમાં ઇંગ્લેન્ડમાં રોમેન્ટિક ટૂર પણ કરી હતી. તે સમયે ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ પ્રવાસ પર હતી. આ સિવાય બંને લંડનમાં સાથે જોવા મળ્યા હતા. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

માહિતી માટે જણાવી દઈએ કે વિરાટ અનુષ્કાના લગ્નના બે રિસેપ્શન હતા, એક મુંબઈમાં બૉલીવુડ સ્ટાર્સની હાજરીથી યોજવામાં આવ્યું હતું અને બીજું ક્રિકેટ જગત અને રાજકીય સ્ટાર્સ માટે દિલ્હીમાં યોજાયું હતું. વડા પ્રધાન મોદી પણ દિલ્હીના રિસેપ્શનમાં ગયા હતા અને બંનેને આશીર્વાદ આપ્યા હતા.

વડા પ્રધાનની હાજરી સ્પષ્ટ બતાવે છે કે વિરાટ કોહલી કેટલો પ્રખ્યાત છે અને આ જ કારણ છે કે લોકોમાં પણ તેમના અને તેમના પરિવાર વિશે જાણવાની ઉત્સુકતા છે. જો તમે તેના પરિવારના સભ્યને જાણવા માંગતા હોય તો અમારો આ લેખ નિશ્ચિતરૂપે તમને મદદ કરશે. આવી સ્થિતિમાં આજે અમે તમને વિરાટ કોહલીની સુંદર ભાભી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

વિરાટની આ ભાભી ખૂબ જ સુંદર છે.

જોકે આપણે હંમેશાં વિરાટ અનુષ્કાની વારંવાર ચર્ચા કરીએ છીએ, પરંતુ તેના પોતાના પરિવારનો એક અન્ય સભ્ય પણ છે, જે સુંદરતાના મામલે અભિનેત્રી અનુષ્કા શર્માને ટક્કર આપે છે. ખરેખર તે સભ્ય વિરાટ કોહલીની ભાભી છે. વિરાટ કોહલીની ભાભી તેની સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે.

કોહલીની જેમ તેની ભાભી પણ ખૂબ પ્રખ્યાત છે અને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર વિરાટની ભાભીના ઘણાં ફોલોઅર્સ છે.  વિરાટ જ્યારે પણ તેમના ઘરે જાય છે, ત્યારે તે તેના સંપૂર્ણ પરિવાર સાથેની એક તસવીર સોશ્યલ મીડિયામાં જોવા મળે છે.

વિરાટ કોહલીના મોટા ભાઈનું નામ વિકાસ કોહલી છે. જણાવી દઈએ કે ચેતના કોહલી વિકાસની પત્ની અને વિરાટની ભાભી છે. ચેતના સુંદરતાના મામલામાં અનુષ્કા શર્માથી કંઇ ઓછી નથી. અનુષ્કાની જેમ જ ચેતના પણ તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે.

ખરેખર વિકાસ કોહલી વિરાટ કોહલી કરતા મોટો છે અને વ્યવસાયે ઉદ્યોગપતિ છે. વિકાસ દિલ્હીમાં તેના પરિવાર સાથે રહે છે. વિકાસ અને ચેતના આઈપીએલ મેચ દરમિયાન આરસીબીની જર્સી પહેરીને સ્ટેડિયમમાં ટીમને સપોર્ટ કરતા પણ જોવા મળે છે.

વિરાટ કોહલીની ભાવના કોહલી નામની એક બહેન પણ છે. ભાવનાએ બિઝનેસમેન સંજય ધીંગરા સાથે લગ્ન કર્યા છે. બંનેને બે બાળકો છે. તેના ફોટા પણ ઘણીવાર સોશ્યલ મીડિયા પર જોવા મળે છે.

Back To Top