આજે એવા શિવલિંગના દર્શન કરો કે જે બદલે છે દિવસમાં ચાર વખત રંગ….

આપણા પ્રાચીન ગ્રંથો અનુસાર એવા કેટલાયે ઉદાહરણ જોવા મળે છે જેમાં ચમત્કાર થાય છે. અને કહેવાય છે ને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી પણ કેટલીક વખત સ્વંય ભગવાન આવીને તેમના ભક્તોને તેની હોવાની પ્રતિતિ કરાવતા હોય છે.

આ શિવલિંગ એવું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. આજ સુધી તમે ધરતી પર થયેલા અનેક ચમત્કારો વિશે સાંભળ્યું હશે. એવી અનેક વસ્તુ વિશે સાંભળ્યું હશે જેને જાણીને આશ્ચર્ય થાય. આવી જ એક ઘટના વિશે આજે તમને જાણવા મળશે.

તમે ક્યારેય એવા શિવલિંગ વિશે સાંભળ્યું છે કે જેમાંથી તુલસીની સુગંધ આવતી હોય ? જી હાં છત્તીસગઢના સિરપુરમાં ખોદકામ દરમિયાન મળ્યું હતું એક એવું શિવલિંગ જેમાંથી કુદરતી રીતે જ તુલસીની સુગંધ આવે છે.

આ શિવલિંગ દેખાવમાં કાશી વિશ્વનાથ અને મહાકાલેશ્વર જેવું જ છે. આ શિવલિંગ 2000 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. સ્થાનિકો આ મહાદેવને ગંધેશ્વર તરીકે પૂજે છે. આ શિવલિંગ સાથે થોડા સિક્કા તેમજ તામ્રપત્ર પણ નીકળ્યા હતા. આ શિવલિંગની ખાસ વાત એ છે કે જ્યારે આ શિવલિંગ જમીનમાંથી નીકળ્યું ત્યારે તેના પર જનોઈ પણ ચડેલી હતી.

આ શિવલિંગમાંથી તુલસીના પત્તાની સુગંધ સતત આવે છે. સ્થાનિકોના મતે આ સુગંધ શિવલિંગના આસપાસના વિસ્તારમાં પણ પ્રસરતી હોય છે. માન્યતા છે કે શિવલિંગના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

આ શિવલિંગ 4 ફુટ લાંબુ અને 2.5 ફુટની ગોળાઈ ધરાવે છે. આ શિવલિંગનો રંગ પણ સવારથી સાંજ સુધીમાં ચાર વખત બદલે છે. આ અનોખા શિવજીના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

Back To Top