ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે

પ્રભુ ભોળાનાથ એટલે કે આપણા મહાદેવ એ આપણા ત્રિદેવો મા ના એક દેવ છે. જેમ પ્રભુ વિષ્ણુ ના નામ થી વૈષ્ણવ સંપ્રદાય નો ઉદ્દભવ થયો તેવી જ રીતે શિવ ની ઉપાસના કરતા શ્રધ્ધાળુઓ એ શિવ સંપ્રદાય નુ નિર્માણ કર્યુ. વૈષ્ણવ સંપ્રદાય ની જેમ શિવ સંપ્રદાય પણ બહોળા પ્રમાણ મા વિસ્તરાયેલો છે.

શિવ સંપ્રદાય નો એક ભાગ છે કાપાલિકા. આ ભાગ મૂળ તો પાશુપત સંપ્રદાય કે જે શિવધર્મ નો પ્રાચીન મા પ્રાચીન સંપ્રદાય છે તેનો જ એક હિસ્સો ગણવા મા આવે છે. આ સંપ્રદાય નો ઉદ્દભવ પાશુપતમત પર થી થયો હોઈ શકે. આ વાત ને છોડી ને આપણે સીધા કાપાલિકા શબ્દ પર આવીએ અને તેના વિશે જાણીએ.

કાપાલિકા શબ્દ મા સમાવિષ્ટ શબ્દ કપાલ નો અર્થ થાય છે ખોપરી. કે જે સાંભળતા જ આપણે અઘોરી શબ્દ મગજ મા ક્લિક થઈ જાય છે. કાપાલિક સંપ્રદાય ના સાધુઓ ને અઘોરીઓ તરીકે ઓળખવા મા આવે છે. એવુ કહેવાય છે કે શૈવધર્મ નો સૌથી અઘરો અને બિભત્સ સંપ્રદાય એટલે કાપાલિક.

કાપાલિક સાધુઓ તેમની ભવ્ય જીવનશૈલી અને કઠોર સાધના માટે જાણીતા છે. કાપાલિક સંપ્રદાય ને કાલમુખ સંપ્રદાય પણ કહેવા મા આવે છે. જેની સાધના પણ કાપાલિકોજેવી સમૃધ્ધ હોય છે. અહી કાપાલિક સંપ્રદાય વિશે વિસ્તૃત મા માહિતી મેળવીશુ.

કાપાલિકો છ મુદ્રિકાઓ નુ રહસ્ય ના જાણકાર હોય છે. એવુ કહેવા મા આવે છે કે આ છ મુદ્રીકાઓ કંઠાભૂષણ , કર્ણાભૂષણ , શીરોભુષણ , ભસ્મ અને યજ્ઞોપવિત. આ મુદ્રીકાઓ ધારણ કરનાર શ્રેષ્ઠ મનાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. કાપાલિક સાધુઓ ખોપરી મા ભોજન કરે છે , શરીર પર સ્મશાન ની રાખ લગાવે છે , મદિરા નુ સેવન કરે છે અને પ્રભુ શિવ ની ભક્તિ મા લીન રહે છે.

એવુ કહેવાય છે કે મદિરા નુ સેવન કરવાથી તેમની યાદશક્તિ મજબૂત બને છે. તેઓ મુખ્યત્વે કપાલ ભૈરવ અને દેવીઓ મા ત્રિપુરસુંદરી ની પુજા-અર્ચના કરે છે. આ સાધુઓ મા ઘણી ચમત્કારિક શક્તિઓ રહેલી હોય છે. તે પોતાની શક્તિ દ્વારા પોતાની ઈચ્છા મુજબ ના કાર્યો કરી શકે.

સંસ્કૃત ના તજજ્ઞ કવિ ભવભૂતિ પોતાના નાટક ‘માલતિમાધવ’ મા જણાવે છે કાપાલિકો મંત્રસિધ્ધિ ની શક્તિ થી એક જગ્યાએ થી બીજી જગ્યાએ સ્થળાંતર પણ કરી શકે.એક સમય એવો હતો જ્યારે કાપાલિકો મદિરા અને કામવાસના ને જ પોતાની સિધ્ધિ માનવા લાગ્યા. આ સમયે કાપાલિકો કોઈ અલગ જ દિશા તરફ વળી ગયા હતા.

પુરાણો મા આદ્યગુરુ શંકરાચાર્ય સાથે કાપાલિકો ને મતભેદ થયેલો હતો. શંકરાચાર્ય સંપ્રદાય મા રહેતા દૂષણો ને દૂર કરતા કાપાલિકો મા સ્ત્રીઓ પણ સમાવિષ્ટ થતી. જે ‘કાપાલિકા’ તરીકે ઓળખાતી.’ ‘જય સોમનાથ’ નવલકથા મા કનૈયાલાલ મુનશી દ્વારા કાપાલિકો વિશે જણાવવા મા આવ્યુ છે.

તેઓ જણાવે છે કે સોમનાથ દેવસ્થાન ની સમીપ કાપાલિકો નિવાસ કરતા હતા. પોતાની નવલકથા મા કનૈયાલાલ મુનશીએ ખૂબ જ અદ્દભૂત રીતે કાપાલિકો ની ઘટના વર્ણવી છે. આ ઉપરાંત અઘોરીઓ વિશે ની રસપ્રદ માહિતી માટે મોહનલાલ અગ્રવાલ ની ‘અઘોર નગારા વાગે’ ના બંને ભાગ પણ વાચવા યોગ્ય છે.

હવે પાશુપતમત વિશે પણ થોડી ઝાંખી મેળવી લઈએ. પાશુપતમત નુ કેન્દ્ર સ્થાન સોમનાથ મનાય છે. ગુજરત મા બે સ્થળોએ આ સંપ્રદાય સૌથી વધુ જોવા મળતો. એક સોમનાથ અને બીજુ સિધ્ધપુર. આ સંપ્રદાય ના સ્થાપક પ્રભુ લકુલીશ હતા કે જેમને રુદ્રાવતાર નુ અન્ય સ્વરૂપ માનવા મા આવે છે.

પાશુપત સંપ્રદાય ના મુખિયા પાશુપતાચાર્ય સમક્ષ બધા જ રાજાઓ શિશ ઝુકાવતા. કુમારા પાળ દ્વારા સોમનાથ મંદિર નુ વિશાળ નિર્માણ કાર્ય પાશુપતાચાર્ય ની દેખરેખ હેઠળ કરાવ્યુ. આ ઉપરાંત મૂળરાજ સોલંકી દ્વારા પાશુપતાચાર્ય ને અનેક ગામડાઓ દાન મા આપ્યા.

Back To Top