સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના અંગોની બનાવટને જોઇને વ્યક્તિના ભવિષ્ય અંગે સચોટ જાણી શકાય છે. બહુ સમય પહેલા જ આ શાસ્ત્ર દ્વારા મનુષ્યના શરીરના વિવિધ અંગો પરથી ફળકથન કરી શકાય છે. સામુદ્રિક શાસ્ત્રથી વ્યક્તિના અંગોની બનાવટ, તલ લાગ્યાનું નિશાન જોઇને જીવન, વેપાર ધન સંપત્તિ અંગે જાણી શકાય છે.
આ તમામ વસ્તુઓ પરથી જાણી શકાય કે તમારૂ જીવન કેવુ રહેશે. તમને શામાં લાભ મળશે. કઇ વસ્તુઓથી નુકસાન થશે. હાથમાં રહેલી આંગળીઓની રચના તમારા સ્વભાવને સારી રીતે દર્શાવે છે.
આજે આપણે અનામિકાની રચના પરથી એટલેકે રીંગ ફીંગર ની રચના પરથી ભવિષ્ય કથન કરીશુ. જે લોકોની અનામિકા પાતળી હોય છે. તેમને પૈસા પ્રત્યે બહુ પ્રેમ હોતો નથી. આવા લોકો તેમની જરૂરિયાત મુજબ નાણાં રાખે છે. કમાવવા માટે સક્ષમ છે આ લોકો સરળ અને સંતોષકારક જીવન જીવે છે. આવા લોકો તેમના જીવનમાં ખૂબ સમૃદ્ધ નથી. પણ સાદુ જીવન જીવવામાં માને છે.
જે લોકોની અનામિકાની જાડાઈ વધુ હોય છે, તેવા લોકોને લાંબા સમય પછી પૈસા મળે છે. આ લોકોને પૈસા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. તેમના જીવનનો મોટાભાગનો સમય પૈસાના અભાવમાં પસાર થાય છે. આવા લોકો સંપત્તિ સંગ્રહિત કરવામાં પણ અસમર્થ હોય છે.
જે લોકોની અનામિકાની લંબાઈ ઓછી હોય છે, આવા લોકો તેમની ઉંમરની સાથે ધનમાં વધારો કરે છે. નાની ઉંમરે, તેમની પાસે પૈસા ઓછા રહે છે, પરંતુ પછીથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે. જે લોકોની અનામિકા રિંગ ઇન્ડેક્સ ફિંગર કરતા લાંબી હોય છે, ત્યાં સમૃદ્ધિનો અભાવ નથી. આવા લોકો સુવિધાઓ સાથે જીવે છે સમય સાથે તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને છે.