સાડી નહીં પરંતુ આવા પેર્ટન વાળા બ્લાઉઝ બનાવશે સ્ટાઇલિસ્ટ…

અત્યારે જમાનો સાડીનો નહીં પરંતુ બ્લાઉઝનો છે એમ કહેવું ખોટું નથી. સાડી ભલે કોઈ પણ મટિરરિયલની કે  સાદી હોય પરંતુ સ્ત્રીઓ તેની સાથે બ્લાઉઝ એકદમ રીચ લાગે તેવું પસંદ કરે છે. જોકે ઘણી વાર એવું બને છે કે  સ્ત્રીઓ જ્વેલરી, એક્સેસરીઝ કે અન્ય વસ્તુની પસંદગીમાં જેટલું ધ્યાન આપે છે તેટલું બ્લાઉઝ માટે આપતી નથી અને દેખાદેખીમાં ગમે તેવી બ્લાઉઝ પેર્ટન અપનાવી લે છે.

ફેશનનો એક સર્વસામાન્ય નિયમ છે કે જે વસ્તુ અન્યને શોભે તે જરૂરી નથી કે  તમને શોભે. અથવા તો તમારી દેહયષ્ટિ પર શોભતી વસ્તુ  અન્ય પર ન પણ શોભે. બ્લાઉઝમાં તો ખાસ એવું થાય છે.  ફક્ત સરસ મજાની સાડી ખરીદી લીધી એટલે કામ પતી નથી જતું.  આ પોશાકનો આધાર સારા અને ફિટિંગવાળા બ્લાઉઝ પર પણ રહે છે. તમારે સારો બ્લાઉઝ બનાવવો હોય તો  કેટલીક ફેશન ટિપ્સ પર ધ્યાન આપવું જરૂરી છે.

બ્લાઉઝ માટે સૌથી જરૂરી છે ફિટિંગ સાડી ઉપરાંત ચણિયાચોળી, સ્કર્ટ, પલાઝો  સાથે પણ યુવતીઓ બ્લાઉઝ કે ક્રોપ ટોપ પહેરે છે. ત્યારે એ જરૂરી બની જાય છે કે તમારો બ્લાઉઝ વ્યવસ્થિત રીતે બનેલો હોય.  જો ફિટિંગ વ્યવસ્થિત નહીં હોય તો  ગમે તેવા પોશાકની ગરિમા ઘટી જશે.  દરેક બોડી શેપ પ્રમાણે બ્લાઉઝ હોય કે કોઈ પણ પોશાક તેનું ફિટિંગ જુદુ જુદુ હોય છે. સાથે જ તેમાં વપરાતું અસ્તર પણ  મોટો ભાગ ભજવે છે જ્યારે  બ્લાઉઝ સિવડાવો ત્યારે અંદર વધારે સિલાઈ રખાવો જેથી  શરીરની વધઘટ પ્રમાણે તમે તેન ફિટ કે ઢીલો કરી શકો.

બીજી અગત્યની બાબતે એ કે જો સાડી કે ચણિયા ચોળીનો ચણિયો અતિશય ભારે હોય તો બ્લાઉઝમાં વધારે પડતી પેર્ટન કે  વર્ક ન કરાવવુ . આમ કરવાથી તેનો ઉઠાવ નથી આવતો. સાડી ભારે હોય ત્યારે બને ત્યાં સુધી બ્લાઉઝ  સિમ્પલ જ રાખવો.  અને તમને જો વર્ક ગમતું હોય તો ફક્ત ખભાના ભાગે કે બાયો પર વર્ક કરાવો. અને તેના કારણે તમને અકળામણ પણ નહીં થાય. બલાઉઝ પર વધારે વર્ક હશે તો  બ્લાઉઝ ઢીલો પડીને લટકી જશે, અથવા તો કાપડમાં ખોલ પડી જશે જે સારું નહીં લાગે.

બ્લાઉઝમાં સૌથી જરૂરી બાબત છે. નેકલાઇન, સ્ત્રીઓ મોટા ભાગે તેમાં થાપ ખાઈ જતી હોય છે.  અને  તેના કારણે ક્યારેક જાહેરમાં મજાકનો ભોગ બનતી હોય છે તમારા શરીરને અનુરૂપ જ નેકલાઇન રાખવી જોઈએ જેથી તમારી ક્લિવેજ કે પીઠ કે બરડાના ભાગની ચરબી જોવામાં ભદ્દી ન લાગે.  તમારું શરીર ભારે હોય તો  બસ્ટલાઇન અને ક્લિવેજનું વધારે પ્રદર્શન ન થાય તેવી જ પેર્ટન કરાવવી. જો નેટના ચણિયાચોળી કે સાડી હોય તો  પહોળી બોર્ડરવાળો દુપટ્ટો જ સરસ ગેટઅપ આપશે.

બ્લાઉઝનું મટિરિયલ બને ત્યાં સુધી એવું પસંદ કરવું જે પરસેવો શોષી લેતું હોય. ખાસ કરીને તમે અંડરઆર્મસમાં એકસ્ટ્રા કાપડ મૂકાવો જેથી પરસેવો થાય તો તે શોષાઈ જાય અને બહાર તેની છાપ થઇને પરસેવાનો ખાર ન બાજે. તેમ જ મોઘું કાપડ ખરાબ ન થાય.

Back To Top