તમારા જાતીય જીવનમાં આ રીતે લઈ આવો જોશ, એક્વાર અચુક વાંચજો…

હકારાત્મક વિચારો અથવા ‘પોઝિટિવ થિંકિંગ’થી જ જીવનમાં ઊર્જા મળતી હોય છે. અને સાથે જ જિંદગીનાં દુઃખો અને પ્રતિકૂળ બનાવોની તાણમાંથી પણ છૂટકારો મળી જાય છે, પરંતુ પોઝિટિવ થિંકિંગ શું સેકસ ક્રિયાઓ ઉપર પણ પોતાની અસર દેખાડતુ હોય છે? તો આવો, જાણીએ કેટલાક નિષ્ણાતોને અભિપ્રાય, જેઓ આ વિષય ઉપર સંશોધન કરી ચૂક્યા છે.અને સાથે જ આપણે થોડા એવા લોકોનો અભિપ્રાય પણ જાણીશું જેમના જાતીય જીવનને પોઝિટિવ થિંકિંગે જ બદલી નાખી છે..

જાતીય જીવનમાં આ રીતે લઈ આવો જોશ
પ્રોફેસર ડૉક્ટરનું કહેવું છે કે, ”માનવીનું જીવન સારી અને ખરાબ ઘટનાઓનો એક સંગમ હોય છે. બુદ્ધિશાળી એમાંથી ખરાબ બનાવોને ભૂલીને આવનારા દિવસો વિશે વિચારતા હોય છે. પરંતુ એવી માનસિકતા આપણે ક્યાં ઉત્પન્ન કરી શકીએ છીએ. આપણે તો બસ, આપણા દુઃખના વિષયમાં જ વિચાર કરીએ છીએ. તેનાથી દૂર રહેવા માટે બુદ્ધિશાળીઓએ ‘હકારાત્મક વિચારો’નો કંસેપ્ટ આપ્યો છે.” મનોવિજ્ઞાનના પ્રોફેસર ડૉક્ટરએ આગળ કહ્યું હતું કે, ”જો આપણે હકારાત્મક વિચારોની ટેવ રાખીએ છીએ તો ‘સંભોગ’ કરતી વખતે આપણું મનમગજ તાણ વગરનું રહે છે અને સેકસ પ્રક્રિયાની આપણે પૂરેપૂરી મજા પણ લઈ શકીશું.”

ઓકાસા યુનિવર્સિટી (જાપાન) ના એક સેકસોલોજિસ્ટ પ્રો.વાઈ.ઓ.આરીમોતોના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ‘એ હેન્ડબુક ઓફ સેકસોલોજી’માં લેખકે પોઝિટિવ થિંકિંગને સેકસ પ્રક્રિયા માટે બહુ જરૂરી જ નહીં, અનિવાર્ય પણ કહ્યું છે. અને આ પુસ્તકમાં લેખક આકીમોતોએ એટલે સુધી લખ્યું છે કે, પોઝિટિવ થિંકિંગ એક ઊર્જા હોય છે, જે આખા શરીરને શક્તિ આપતી હોય છે અને શરીર જ્યારે ઊર્જાથી ભરપૂર થઈ જાય છે ત્યારે સેકસ માંણવામાં મજા આવવી સ્વભાવિક વાત છે.

ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર સ્નેહા કહે છે કે, પોઝિટિવ થિંકિંગ અને સેકસ પ્રક્રિયાની વચ્ચે ખુબજ મજબૂત સંબંધ હોય છે. સેકસ પ્રક્રિયા માટે જ્યારે આપણે પોતાને તૈયાર કરીએ છીએ ત્યારે મગજ આખા શરીરને આદેશ આપતુ હોય છે અને શરીરનું દરેક અંગ પોતાને સંભોગ કરવા માટે તૈયાર કરવાનું શરૂ કરી દેતુ હોય છે. એવી સ્થિતિમાં જો મન પોઝિટિવ થિંકિંગમાંથી પસાર થયું હોય તો એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનો સ્ત્રાવ પણ થવા લાગે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ બંને હોર્મોન્સ કોઈ પણ ખાદ્ય પદાર્થ કે પેય પદાર્થથી ઉત્પન્ન નથી થતાં હોતા, માત્ર હકારાત્મક વિચારોથી જ ઉત્પન્ન થાય છે અને ડૉક્ટર સ્નેહા આગળ વધુ વિસ્તારથી કહે છે કે, સ્ત્રી જ્યારે હકારાત્મક વિચારે છે અને સેકસ પ્રક્રિયામાંથી પસાર થતી હોય છે ત્યારે તેના શરીરમાં એસ્ટ્રોજન નામનો હોર્મોન ઉત્પન્ન પણ થવા લાગે છે.

એસ્ટ્રોજન તેની સ્ત્રી માનસિકતાને તીક્ષ્ણ બનાવી દેતુ હોય છે અને સંભોગની ઈચ્છાને તીવ્ર પણ કરી દેતુ હોય છે. આવી રીતે જ્યારે પુરુષ પોતાને સેકસ પ્રક્રિયા માટે તૈયાર કરતો હોય છે ત્યારે તેના શરીરમાંથી પણ એક હોર્મોન ઉત્પન્ન થવા જ લાગે છે જેને ‘ટેસ્ટોસ્ટેરોન’ કહેવાય છે. ‘ટેસ્ટોસ્ટેરોન’ પુરુષની સંભોગ પ્રક્રિયાને ઉતેજના આપતુ હોય છે અને એ ઉતેજના ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોનનો સ્ત્રાવમાં વધારો કરતુ હોય છે. આ હોર્મોન જ અંતે સંભોગ પ્રક્રિયામાં સુખ પ્રદાન કરતુ હોય છે.

૪૨ વર્ષના વિરાટ દેશમુખ એક એડ કંપનીમાં ઉચ્ચ હોદા ઉપર છે, તેઓ પોતાની ૩૨ વર્ષની પત્ની વિશે કહે છે કે, તે હંમેશાં સેકસ ક્રિયા સમયે સ્ટિફ બની જાય છે. અને એવું લાગે છે જાણે નિર્જીવ જ થઈ ગઈ છે. લગ્ન પછી ૩-૪ વર્ષ સુધી તો મને વૈદેહીને સમજવામાં જ લાગ્યાં હતાં. છેવટે મને તેની નબળાઈની ખબર પડી હતી. હું સાઈકેટ્રિસ્ટની પાસે પહોંચ્યો હતો. મનોચિકિત્સક સાથે વાત કરીને પત્નીએ કહ્યું હતું કે તે સંભોગના નામથી જ ગભરાઈ જતી હતી કે તે ચરમસુખનો અનુભવ કરી શકશે કે નહીં. અને આ ડર તેને આખી ક્રિયા દરમિયાન થતો જ રહેતો હતો. સંદેહ અને શંકાને કારણે જ તેના શરીરમાંથી એસ્ટ્રોજન નામના પ્રવાહીનો સ્ત્રાવ નહોતો થઈ શકતો અને સંભોગની પ્રક્રિયામાં સુખ જ નહોતું મળતું. મનોચિકિત્સકના સમજાવવાથી મારી પત્નીને વાત સમજમાં આવી ગઈ હતી અને તેણે બધી શંકાઓને મનમાંથી કાઢી નાખી હતી. તાણ વગરની થઈને બેડ પર આવવા લાગી હતી.

તાણ વગરનું મગજ હકારાત્મક વિચારોને ઉત્પન્ન કરવા લાગ્યું હતું અને હકારાત્મક વિચારો, ‘એસ્ટ્રોજન’ ઉત્પન્ન કરવા લાગ્યા હતા. પછી પત્નીને ચરમસુખ મળવા પણ લાગ્યું હતું અને આજે પોતાના જીવનની સુખી પળો વિતાવી રહી છે તથા આ નવા અનુભવની સાથે એ જીવી રહી છે. સાઈકેટ્રિસ્ટ, ડોક્ટરએ પોતાને અનુભવ પણ અમારી સાથે શેર કર્યો હતો, આપણો સમાજ આજે પણ પુરુષપ્રધાન છે. સ્ત્રીઓને ઘરનું કામ કરવાનું અને બાળકોને જન્મ આપવાના મશીનથી વધારે કંઈ જ નથી સમજવામાં આવતી હોતી. મારી પાસે આવતા મોટાભાગના દર્દીઓની એક જ ફરિયાદ હોય કે સેકસથી મન સાવ કંટાળી ગયું છે.

પરંતુ આ કંટાળો ખરેખર તો સેકસ ક્રિયાના ખોટા ઉપયોગનું પરિણામ હોઈ છે. જ્યાં સેકસ પાર્ટનરોની વચ્ચેની ક્રિયા હોય છે ત્યાં પુરુષપ્રધાન સમાજનો પુરુષ પોતાની મનમાની કર્યા કરતા હોય છે. જ્યારે તેને ઈચ્છા થાય છે ત્યારે તે પોતાની શારીરિક ભૂખ સંતોષી લેતા હોય છે અને સ્ત્રીની ઈચ્છાઅનિચ્છાની ચિંતા પણ નથી કરતો હોતો. સ્ત્રી વારંવાર પોતાના પાર્ટનર અર્થાત્ પતિની ઈચ્છા આગળ નમતું મૂકી કંટાળી જાય છે. અને આ કંટાળો ધીરે ધીરે નફરતનું રૂપ ધારણ કરી લેતુ હોય છે. મેં ઘણા કપલ્સને અલગ અલગ બોલાવી તેમને સેકસ ક્રિયાનો સાચો અર્થ સમજાવ્યો. પુરુષ અને સ્ત્રી બંનેને પહેલા હકારાત્મક વિચારની જરૂરિયાત સમજાવી અને તે પછી સેકસ ક્રિયામાં ઊતરવાની સલાહ આપી હતી. જે લોકોએ મારી સલાહ માની તેમની સેકસ પ્રત્યેની જે અનિચ્છા હતી, તે રુચિમાં બદલાઈ ગઈ હતી. માત્ર હકારાત્મક વિચારોથી જ ઘણો ફાયદો થયો હતો.

ડોક્ટરની સલાહથી ઘણા કપલ્સે પોતાની સેકસ લાઈફને વ્યવસ્થિત કરી દીધી છે અર્થાત હકારાત્મક વિચારો ક્યાંક ને ક્યાંક સેકસ ક્રિયાને મદદરૂપ થાય જ છે. ભલે પછી ડાયરેક્ટલી અથવા તો પછી ઈનડાયરેક્ટલી અથવા તો પછી ઈનડાયરેક્ટલી. હકારાત્મક વિચાર સેકસ સુખનું બીજું નામ હોય છે. આજની દોડાદોડ વાળી જિંદગીમાં જ્યાં દરેક શહેરમાં તાણથી છુટકારો મેળવવા મોટે લોકો દવાદારૂ અને જાતજાતના ‘યોગ’ અને ધર્મગુરુઓના પંથ સ્વીકારતા હોય છે, ત્યાં હકારાત્મક વિચારો એક કલ્પવૃક્ષ બનીને આપણી સામે ઊભા રહી ગયા છે. આ હકારાત્મક વિચારો માનવીના જીવનમાં જ નહીં પરંતુ ‘સેકસ ક્રિયા’માં પણ એટલાં જ ફાયદાકારક સાબિત થતાં હોય છે.

Back To Top