ખુબ કામના હોય છે જમરુખના પાન, એક નહીં અનેક સમસ્યાઓમાંથી અપાવે છે છૂટકારો…

જામફળની જેમ તેના પાંદડા પણ ખુબ જ કામના હોય છે. તેમાં એન્ટી-ઑક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈફ્લેમેટરી ગુણ હોય છે, જે ઘણી બીમારીઓમાંથી બચાવે છે.

પેટના દુખાવા અને ઉલ્ટીમાં રાહત અપાવે છે જામફળના પાંદડા

જામફળના પાંદડામાં એન્ટી-બેક્ટીરિયલ ગુણ હોય છે, એવામાં તેનું પાણી પીવાથી તમારા પેટનો દુખાવો દૂર થઈ શકે છે. સાથે જ તે ઉલ્ટી-ઉબકામાં પણ રાહત અપાવી શકે છે. તેના માટે તમે જામફળના 5-6 પાંદડાને 10 મિનિટ સુધી ઉકાળો અને પછી તેને ગાળીને તેનું પાણી પી લો.

સાંધાનો દુખાવો કરે છે દૂર

સાંધાના દુખાવામાં પણ જામફળના પાંદડા ફાયદાકારક છે. માટે તમે જામફળના પાંદડાને કૂટીને તેનો લેપ બનાવી લો અને તે લેપને સાંધા પર લગાવો, તેનાથી તમારા દુખાવામાં રાહત મળશે.

ડાયાબિટીસમાં પણ ફાયદાકારક

જામફળના પાંદડાના પાણીને ડાયાબિટીસમાં ફાયદાકારક માનવામાં આવે છે. હકીકતમાં, આ લોહીમાં શુગરની માત્રાને નિયંત્રિત કરે છે. તદ્દપરાંત તે શરીરમાં જટિલ સ્ટાર્ચને પણ શુગરમાં બદલવાથી રોકી શકે છે, જેનાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળી શકે છે.

દાંતના દુખાવા અને પેઢાના સોજાને પણ દૂર કરે છે

જામફળના પાંદડાનું પાણી દાંતના દુખાવા, પેઢામાં સોજો અને મોઢાના છાલામાંથી રાહત અપાવવાનું કામ કરે છે. તમે તેના પાંદડાને ઉકાળને તેના પાણીને ગાળીને તેનાથી કોગળા કરવાથી ઘણો આરામ મળશે.

Back To Top